Importance of Omkar Chalisa

Importance of Omkar Chalisa With his immense Penance (Tap) & Sadhana he has authored ‘Omkar Chalisa’ a devotional hymn (stotra) with 40 verses dedicated to Omkar. It is evolved from Aura (Human Energy Field) of great 81 saints of India. With daily hymn of Omkar Chalisa, many of the obstacles/problems can be overcome. It is one of the rarest gifts to today’s world of Humanity to rejoice Health, Wealth & Peace.

  • आज के इस कलियुग में मनुष्य के जीवन में आनेवाली हरएक बाधायें और समस्याओं के समाधान के लिए ॐकार चालिसा एक सर्वश्रेष्ठ माध्यम है ।
  • भारतवर्ष की भूमि के महान ८१ संत, २४ तीर्थंकर, त्रीदय ब्रह्मा, विष्णु और महेश एवं शक्तिशाली देवी देवताओं की ओरा और आभाकी उर्जा की गिनती और संशोधक के साथ ॐकार चालिसा की रचना की गई है ।
  • स्वंय प्रणवब्रह्म ॐकार की प्रेरणा और आशीर्वाद से मंत्रयुगपरिवर्तक प.पू. संतश्री सद्‌गुरु ॐऋषिने ॐकार चालिसा की रचना की है ।
  • ॐकार चालिसा के हरएक शब्द की रचना बहुत ही बारीक अभ्यास और संशोधन से किया गया है ।
  • बहुत ही मूल्यवान और सर्वश्रेष्ठ एैसी ॐकार चालिसा युगो-युगो तक मनुष्य के जीवन में आनेवाली बाधाओं से मुक्ति दिलाने के लिए सक्षम है ।

મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ રચિત “ૐકાર ચાલીસા” આજના કળિયુગમાં દરેક મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી અને મુશ્કેલીઓની પીડા દૂર કરવા માટેનું એક અમોઘ શસ્ત્ર સમાન છે એવું ચોક્કસપણે કહી શકાય. મનુષ્યને તેના જીવનકાળ દરમ્યાન ઉદભવતા દરેક પ્રકારના પ્રશ્નો અને સંઘર્ષમાંથી બહાર નીકળવા માટે ૐકાર ચાલીસા એક પ્રકાશ દિવ્યશક્તિ સમાન છે કે જેના નિયમિત પઠન માત્રથી મનુષ્ય ત્રિવિધ તાપોની પીડામાંથી મુક્ત રહેવા સક્ષમ છે.

ૐકાર ચાલીસા એ મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિની એક અદ્વિતીય વિરલ સિદ્ધિ છે જેનો લાભ આજના દરેક મનુષ્યને મળી રહ્યો છે. ઇશ્વરીય સાક્ષાત્કાર અને અધ્યાત્મની દિશામાં આગળ વદવા માટે પણ ૐકાર ચાલીસા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહી છે. ૐકાર ચાલીસાની રચના કરવા માટે પ.પૂ. સંતશ્રી ૐઋષિને સ્વયં પ્રણવ બ્રહ્મ ૐકારે પ્રેરણા આપી છે. મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિએ મંત્રશાસ્ત્ર અને સૂક્ષ્મશાસ્ત્રનો અનુભવ કરીને ભારતવર્ષની ભૂમિમાં અત્યારસુધીમાં થઇ ગયેલા 81 મહાન સંતો અને વિભૂતિઓ, 24 જૈન તીર્થંકરો, ત્રિદય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિશાળી દેવીઓની ઓરા અને આભાની ઉર્જાની ગણતરી કરી સંશોધન સાથે ૐકાર ચાલીસાની રચના કરી છે.

સંપૂર્ણ બ્રહ્માંડના સાર અને કેન્દ્રસમાન પ્રણવ બ્રહ્મ ૐકાર ત્રિદેવ અને ત્રેલોક્યનું પ્રતિક છે. પ્રણવબ્રહ્મ ૐકારનાં દિવ્ય ચૈતન્યની કૃપા અને આશીર્વાદ જેમની ઉપર સતત, અવિરત વર્ષી રહ્યા છે એવા પરમ વંદનીય સંતશ્રી પ.પૂ. ૐઋષિનાં દર્શનમાત્રથી ભક્તોનાં પ્રશ્નોનાં સમાધાન તઇ જાય છે. દર પૂનમનાં દિવસે અગણિત લોકો ગુરુજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ગુરુજી દ્વારા પૂનમદર્શનનાં દિવસે આપવામાં આવતો પવિત્ર શબ્દ અને પ્રસાદિરૃપી બ્રેસલેટથી ભક્તોનાં જીવનમાં ચોક્કસ સુખનો સુરજ ઉગે છે. ગુરુજીનાં પૂનમદર્શન કરવાથી અશક્ય લાગતા કામો પણ થઇ જતા હોય છે એવું એમના ભક્તોનાં અનુભવોથી અનેકવાર સાબિત થયું છે.

આપણને પણ પૂનમદર્શનનો લાભ મેળવીને પ્રણવબ્રહ્મ ૐકારનાં સાક્ષાત્કાર અને શીર્વાદરૃપી અમી આશીષ પ.પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ પાસેથી મેળવીને જીવનની પીડામાંથી બહાર નીકળીએ. ગુરુજીનાં આશીર્વાદ સદાયે ભક્તોની સાથે છે.

આવી મહાન વિભૂતિઓની ઓરાની ઉર્જાને ધ્યાનમાં રાખીને ૐકાર ચાલીસાના એક-એક શબ્દની રચના કરવામાં આવી છે જે ખુબ શક્તિશાળી અને ફળદાયી યુગો-યુગો સુધી બની રહેશે.

આમ ૐકાર ચાલીસાએ દરેક મહાન વિભૂતિઓના જન્મસમય અને પરમાત્માના સાક્ષાત્કારની ક્ષણને પણ ધ્યાનમાં રાખીને કરેલ એક એવી અદભૂત રચના છે કે જેનું શબ્દોમાં ક્યારેય વર્ણન ન થઇ શકે. દરેક મનુષ્ય તેમના જીવનમાં ઉદભવતા દરેક પ્રકારના પ્રશ્નો અને પીડામાંથી બહાર નીકળી શકે એ માટે સમગ્ર વિશ્વને ૐઋષિની આ મહાનતમ ભેટ છે.

Omkar Chalisa in Different Languages